પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે આ વાત આપણે પવિત્ર કુરઆન ની આયતો વડે સાબિત કરી, જેની આપણે નીચે ના વિષય મા ચર્ચા કરી ચુક્યા છીએ.
શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? કુરઆન વડે સાબિતી
શુ પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) જીવંત છે? ઉમ્મત ગવાહ છે
આ ઉપરાન્ત હદીસો મા થી પણ ઘણી સાબિતીઓ મળી આવે છે જે આ વિષય ને પુરવાર કરે છે અને જે આપણો વિષય છે
(બ) હદીસો
એવી અસંખ્ય હદીસો ભરોસપાત્ર સુન્ની કિતાબો મા મળી આવે છે
કે જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે રસૂલ (સ.અ.વ) આ દુનિયા મા થી રૂખ્સત થવા
પછી પણ જીવંત છે. રસૂલ (સ.અ.વ) ના સંબંધ મા ઘણા એવા વાકેઆ મળી આવે છે કે જે
રસૂલ (સ.અ.વ) ના જીવંત હોવા ના પુરાવા છે.
(૧) સલવાત
અહી આપણે એવી અસંખ્ય હદીસો ની યાદી તય્યાર કરી શકીયે છીએ
કે જે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ઉપર સલામ અને સલવાત નુ મહત્વ, તેની
અગત્યતા,તેનો સવાબ વિગેરે વર્ણવે છે. આ વિષય નુ વધુ સંશોધન કુરઆન ની બે
આયતો ની નીચે થઇ શકે છે..
બેશક અલ્લાહ અને તેના મલાએકાઓ નબી ઉપર સલવાત મોક્લે છે, એ ઇમાન લાવનારાઓ તમે લોકો તેમના ઉપર સલવાત મોક્લો અને તેમને એવી સલામ કરો કે જેથી તમે તસ્લીમ થઈ જાઓ. (સુરે અહ્ઝાબ(૩૩) આયત ૫૬)
અલ્લાહ ની રેહમત અને સલવાત થાય તમારી ઉપર એ એહલેબૈત બેશક તે વખણાય છે અને ભવ્ય છે. (સુરે હુદ(૧૧) આયત ૭૩)
એવી ઘણી હદીસો છે કે જે હકીકત ને પુરવાર કરે છે કે પવિત્ર પૈગમ્બર
(સ.અ.વ) ઉપર જે સલામ અથવા સલવાત મોકલવા મા આવે છે તેના થી તે માહિતગાર છે
અને તેનો જવાબ પણ આપે છે. આ ત્યારેજ શક્ય છે કે જ્યારે તે જીવંત હોય. આ
વિષય ઉપર અસંખ્ય હદીસો વર્ણવ્વા મા આવી છે જેમા થી આપણે ફક્ત બેજ હદીસો પર
પ્રકાશ પાડીશુ.
(અ) અબુ દર્દા
રીવાયત કરે છે કે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ફરમાવે છે કે " જુમઆ ના દિવસે
મારા ઉપર વધારે મા વધારે સલવાત મોક્લો કારણ કે આ એજ દિવસ છે કે જ્યારે
ફરિશ્તાઓ મારી પાસે આવે છે અને જેણે મારા ઉપર સલવાત મોક્લી હોય છે તે દરેક
ની સલવાત ને મારી સમક્ષ રજૂ કરે છે.
અબુ દર્દા એ પૂછ્યુ ; તમારી વફાત પછી પણ?
પૈગમ્બર (સ.અ.વ) એ જવાબ આપ્યો " અલ્લાહ એ આ ઝમીન ને નબીઓ ના શરીર ને ઉપભોગ કરવા ની મનાઇ ફરમાવી છે.
(સુનન-એ-ઇબ્ને માજા, જિલા અલ ઇફ્હામ ઇબ્ને કય્યૂમ ની )
(બ) જાબિર ઇબ્ને
સમુરાહ રીવાયત કરે છે કે અલ્લાહ ના નબી (સ.અ.વ) એ ફરમાવયુ " હુ મક્કા ના એ
પથ્થર ને જાણુ છુ કે જે મારા નબી બનવા પેહલા પણ મારા ઉપર સલવાત મોકલતો હતો
અને હુ જાણુ છુ કે અત્યારે પણ"
(સહિહ મુસ્લિમ, કિતાબ અલ ફઝાએલ, હદીસ ૫૬૫૪)
આ હદીસો એ વાત સાબિત કરે છે કે જગ્યા અને સમય રસુલ (સ.અ.વ) માટે નડતરરૂપ
નથી. તેમને માટે સમય અને જગ્યા સાંભળવા અને જોવા માટે અવરોધરૂપ નથી. જે
લોકો રસુલ (સ.અ.વ) ને મરેલા ગણે છે તેને એ જાણવુ જોઇએ કે આ લાક્ષણિક્તાઓ
મરેલા માણસ ની નથી, ઉપરાંત તે એ બતાવે છે કે રસુલ (સ.અ.વ) જીવતા માણસો કરતા
વધારે જીવંત છે.
(૨) મેઅરાજ (બઢ્તી)
રસુલ (સ.અ.વ) નુ મેઅરાજ ઉપર જવુ એ એક બીજો દ્રશટાંત છે કે
જે સાબિત કરે છે કે નબીઓ (અ.સ) મ્રુત્યુ નથી પા્મયા. એવા ઘણા એહવાલ જાણવા
મળે છે જેમા આપ (સ.અ.વ) એવા નબીઓ ને મળયા અને તેમની સાથે વાર્તાલાપ પણ
કર્યો, કે જેઓ સદીઓ અગાઉ ગુજરી ચૂક્યા હતા. આમા થી અમૂક વાકેઆ નીચે વર્ણવેલ
છે.
(અ) હ. રસુલે ખુદા
(સ.અ.વ) બયાન ફરમાવે છે કે "જ્યારે હુ મક્કા થી મદીના તરફ પસાર થઇ રહયો
હતો, મે હઝરત મુસા (અ.સ) ને અઝરાક ની ખીણ મા જોયા, તેઓ બલંદ અવાજ મા
'તલબિયાહ' (એટલે કે "લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક" કહેવુ અર્થાત 'હુ હાજર છુ એ
અલ્લાહ હુ હાજર છુ તારી સેવા માટે તત્પર છુ') પઢી રહ્યા હતા. એક બીજા
પ્રસંગે મે હ. યુનુસ (અ.સ) ને જોયા કે જેણે ઊન ની લાંબી અબા પહેરેલી હતી
અને લાલ ઊટ ઊપર સવાર હતા.
(સુનન ઇબ્ને માજા, પે ૨૦,૨૦૮)
(બ) સહિહ બુખારી
અને સહિહ મુસ્લીમ મા નક્લ કરવા મા આવ્યુ છે કે અલ્લાહ એ મેઅરાજ ની રાત્રે
દરેક નબી (અ.સ) ને હ. રસુલે ખુદા (સ.અ.વ) પાસે મોકલ્યા. આપ (સ.અ.વ) ઇમામ
બન્યા અને નબીઓ એ આપ ની પાછળ બે રકાત નમાઝ અદા કરી.
(ક) એવી બીજી
અસંખ્ય રીવાયતો મળી આવે છે કે જ્યારે રસુલે ખુદા (સ.અ.વ) સાત મા આસમાન તરફ
જઇ રહયા હતા ત્યારે આપ (સ.અ.વ) આસમાન મા અલગ અલગ પૈગમ્બરો જેમ કે હ.
ઇબ્રાહીમ (અ.સ) અને હ. યુસુફ (અ.સ) ને મળ્યા અને તેમની સાથે વાર્તાલાપ પણ
કર્યો. નમાઝો ની રકાતો ની સંખ્યા કે જે પચાસ હતી તેનો ઘટાડો કરવા મા જ.
મુસા (અ.સ) એ જે ભાગ ભજવ્યો તે ઘણા બધા ઓલમાઓ એ સારી રીતે ઉલ્લેખ કરેલ છે.
એ સ્પષ્ટ છે કે જો સાચા પૈગમ્બરો (અ.સ) મરી ચુક્યા હોતે અને જિંદગી વગર
ના હોતે (lifeless) કે જે કહેવાતા મુસલમાનો દાવો કરી રહ્યા છે (આરોપ મૂકી
રહ્યા છે.) , તો તેઓ એ સમ્માન (મર્તબો) ન પામી શક્તે કે જે રસુલે ખુદા
(સ.અ.વ) ને મળવાનો અને તેમની સાથે વાર્તાલાપ નો છે,
(૩) મ્રુત્યુ સમય ની વેદના અને મુસ્લીમ ની કબર
આ એક સ્વિક્રુત હકીકત છે કે મુસ્લીમ ના મ્રુત્યુ સમયે હ.
રસુલે ખુદા (સ.અ.વ) હાજર હોય છે અને મુસ્લીમ તેને જુએ છે અને ઓળખે પણ છે.
જો તે તેના માટે કાબીલ (હક્દાર) હોય તો રસુલ (સ.અ.વ) તેના માટે શફાઅત કરે
છે. જ્યારે ફરિશતાઓ મુર્દા ને કબ્ર મા રસુલ (સ.અ.વ) પ્રત્યે ની માન્યતા ના
બારા મા સવાલ કરે છે, ત્યારે તેઓ (સ.અ.વ) તેની કબ્ર મા મૌજૂદ હોય છે અને
મુસ્લીમ તેને જુએ પણ છે.(મિશકાત અલ શરીફ મુહમ્મદ બિન અબ્દુલ્લાહ થી, સહિહ
બુખારી, કિતાબ અલ-જનાએઝ, હદીસ ૪૨૨)
આ સાબિત કરે છે કે રસુલ (સ.અ.વ) જીવંત છે અને એકજ સમયે અલગ અલગ જગ્યાએ
મૌજૂદ હોય છે. ઉપરાંત, મુસ્લિમો ના અમલ પ્રમાણે તેઓ (સ.અ.વ) તેમના માટે
શફાઅત કરે છે. (બન્ને મ્રુત્યુ સમયે અને કબ્ર મા પણ.) કે જે કેહવાતા
મુસ્લિમો ના દાવા ને જૂઠ સાબિત કરે છે કે જેઓ એવો દાવો કરે છે કે રસુલ
(સ.અ.વ) કારણ કે મરી ચુક્યા છે, ન તો તે ફાયદો પહોચાડી શકે છે ન તો નુક્સાન
અને જાહેર કરે છે કે આવી માન્યતા શીર્ક છે
(૪) હ. રસુલે ખુદા (સ.અ.વ) ની ખુશી અને નારાઝ્ગી
બીજી દલીલ કે જે સાબિત કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ)
જીવંત છે તે તેમની ખુશી અને નારાઝ્ગી છે, કે જે અલ્લાહ ની ખુશી અને
નારાઝ્ગી અને અનુક્રમે જન્નત અને જહન્નમ ના પરિણામ તરફ દોરી જાય છે.
હવે એક સવાલ કે જેનો જવાબ આ મુસલમાનો ને આપવો જરૂરી છે તે
એ છે કે શુ એ શક્ય છે કે પૈગમ્બર (સ.અ.વ) ને ફક્ત તેમના જીવનકાળ દરમિયાનજ
ખુશ અથવા નારાઝ કરી શકાય છે કે તેમના મ્રુત્યુ પછી પણ કરી શકાય છે?
અગર ફક્ત એકજ શક્યતા છે કે રસુલે ખુદા (સ.અ.વ) ને ફક્ત
તેમની હયાતી માજ ખુશ અથવા નારાજ કરી શકાય છે તો પછી એવી અસંખ્ય હદીસો કે
જેમા રસુલે ખુદા (સ.અ.વ) એ કોઇ અમલ નો હુકમ આ્પયો હોય અથવા તો કોઇ અમલ થી
આગાહ કર્યા હોય કે જે અનુક્રમે અલ્લાહ ની ખુશનુદી અથવા નારાઝ્ગી નો સબબ હોય
અને પરિણામે જન્નત અથવા જહન્નમ તરફ દોરી જતી હોય, તેનો મતલબ શુ રહેશે? શુ
તેનો અર્થ એવો થશે કે કારણ કે હવે રસુલે ખુદા (સ.અ.વ) મ્રુત છે, તો
મુસલમાનો એવા અમલ કરવા અથવા ન કરવા માટે મુક્ત અથવા આઝાદ છે, કારણ કે તેનુ
કોઇ પરિણામ નથી?
દાખલા તરીકે, નીચે ની અમૂક હદીસો લઇએ કે જેને આલિમો એ ઘણી બધી વિસ્ત્રુત સંખ્યા મા વર્ણવેલી છે.
(અ) ફાતેમા મારો એક ભાગ છે, કે જેણે એમને (સ.અ) ને નારાઝ કર્યા તો તેણે મને નારાઝ કર્યો અને જેણે તેમને સતાવ્યા તેણે મને સતાવ્યો.
(સહિહ બુખારી, ભાગ ૬, પાના ન ૧૫૮, મુસ્નદે એહમદ ભાગ ૪, પાના ન ૩૨૪, સહિહ
મુસ્લિમ ભાગ ૭, પાના ન ૧૪૧, Book of the Companion's virtues, Chapter of
Fatemah binte Muhammad's Virtues, સુનન-એ-અબી દાઊદ ભાગ ૧, પાના ન ૪૬૦)
(બ)
........તે(ફાતેમા) મારો ભાગ છે, તેણી મારૂ દિલ છે, તેણી મારી બાજુઓ ની રૂહ
છે. જેણે તેણી ને નારાઝ કર્યા તેને મને નારાઝ કર્યા અને જેણે મને નારાઝ
કર્યા તેને અલ્લાહ ને નારાઝ કર્યા.
(નૂર અલ-અબસાર, પાના ન ૫૨, બેહાર અલ-અન્વાર, ભાગ ૪૩, પાના ન ૫૪)
શુ આવા પ્રકાર ની હદીસો ફક્ત રસુલ(સ.અ.વ) ની હયાતી
દરમિયાનજ સત્ય હોય છે? શુ જ. ફાતેમા (સ.અ), રસુલ (સ.અ.વ) ની હયાતી દરમિયાનજ
રસુલ(સ.અ.વ) નો હિસ્સો હતા અને તે્મની ખુશી,નારાઝ્ગી, ગુસ્સો,વ્યથા ફક્ત
રસુલ (સ.અ.વ) ના જીવન દરમિયાનજ રસુલ (સ.અ.વ) ની ખુશી, નારાઝ્ગી, ગુસ્સો કે
વ્યથા ની બરાબર હતુ?
શુ આ હદીસ રસુલ (સ.અ.વ) ના મ્રુત્યુ પછી નિરર્થક છે કારણ કે એક મ્રુત
રસુલ ને ખુશ, નારાઝ, ગુસ્સો કે વ્યથિત ન કરી શકાય? જો આવુજ હતુ, તો જ્યારે
અબુબક્ર, ઉમર, અને બીજા મુસલમાનો એ ફદક ના બારા મા તેમની(જ.ફાતેમા(સ.અ))
સાથે વિવાદ કર્યો અને જ્યારે જ. ફાતેમા (સ.અ) દ્વારા આવી હદીસો પેશ કરવામા
આવી, ત્યારે શા માટે આવી હદીસો ને અમાન્ય ગણી ને અને આમ કહી ને વિરોધ
કરવામા ન આવ્યો કે જ્યારે રસુલ (સ.અ.વ) મરી ચૂક્યા છે તો ખુશી અને
નારાઝ્ગીવાળી હદીસો મા સારપ નથી ??
આનો અર્થ ફક્ત એજ છે કે રસુલ (સ.અ.વ) ને તેમના મરવા પછી
પણ એવીજ રીતે ખુશ, નારાઝ કે ઉદાસ કરી શકાય છે જેવી રીતે તેમની હયાતી
દરમિયાન ખુશ, નારાઝ કે ઉદાસ કરી શકાતા હતા અને આવી ખુશી, નારાઝ્ગી કે વ્યથા
ને કઇક પરિણામ હોય છે એટ્લે કે તે અલ્લાહ સાથે જોડાએલુ છે અને જન્નત અથવા
જહન્નમ તરફ દોરી જાય છે. આનો અર્થ એવો છે કે રસુલ (સ.અ.વ) જીવંત છે કારણ કે
ખુશી, નારાઝ્ગી કે વ્યથા કોઇ મ્રુત અથવા લાચાર વ્યક્તિ ને સીફત ન આપી
શકાય.
આવી પરિસ્થિતિ મા કેમ કરી ને આ કેહવાતા મુસલમાનો આરોપ
લગાવી શકે છે કે રસુલ (સ.અ.વ) મરી ચુક્યા છે અને કોઇ નફો કે નુક્સાન
પહોચાડી શક્તા નથી.? શુ જન્નત અથવા જહન્નમ કરતા વધારે ફાયદાકારક અથવા
નુકસાનકારક કાઇ પણ હોઇ શકે કે જે તેમના મરવા પછી પણ તેમની ખુશી કે નારાઝ્ગી
નુ પરિણામ છે.?
(૫) ઉમ્મત ના ગવાહ
આપણે અગાઉ ના લેખ મા નીચે ની આયતો ના સંદર્ભ મા રસુલ
(સ.અ.વ) નો મકામ ઉમ્મત ના ગવાહ તરીકે ની ચર્ચા વિસ્તાર થી કરી ચુક્યા છીએઃ
અ. "અને એ દિવસે કે જ્યારે અમે દરેક ઉમ્મત મા થી ખુદ એમના મા થીજ ગવાહ ઉભો કરીશુ કે જે તેની સામે સાક્ષી આપશે, અને આ લોકો સામે સાક્ષી આપવા અમે તમને લાવીશુ...." (સુરે નહલ(૧૬) આયત ૮૯)
બ. " અને આવી રીતે અમે તમને વચગાળા ની ઉમ્મત બનાવ્યા કે જેથી તમે લોકો ઉપર ગવાહ રહો અને રસુલ તમારા ઉપર ગવાહ રહે" (સુરે બકરહ(૨) આયત ૧૪૩)
ક " પછી આ લોકો શુ કરશે કે જ્યારે અમે દરેક ઉમ્મત મા થી એક ગવાહ લાવીશુ અને આ લોકો ની સામે તમને ગવાહ તરીકે લાવીશુ?" ( સુરે નિસા(૪) આયત ૪૧)
ડ " એ નબી, બેશક અમે તમને સાક્ષી બનાવી ને મોકલયા છે...." (સુરે અહ્ઝાબ (૩૩) આયત ૪૫)
કુરઆન ની આયતો ઉપરાંત એવી અસંખ્ય હદીસો છે જે સાબિત કરે છે કે રસુલ
(સ.અ.વ) જીવંત છે અને આપણા અમલ થી બાખબર (જાણકાર) છે, કે જે ગવાહ ની ભૂમિકા
હોય છે. અમે આ ચર્ચા ને એક ખૂબજ વિસ્તાર થી નક્લ થયેલી હદીસ થી પૂર્ણ
કરીશુ.
ઇબ્ને મસઉદ નક્લ કરે છે-રસુલ (સ.અ.વ) એ ફરમાવયુ- મારી
જિંદગી તમારા માટે ઘણી સારી છે, તમે તેને મારી સાથે સાંકળશો અને તે તમને
સાંકળશે અને મા્રૂ મૌત તમારા માટે ઘણુ સારુ છે, તમારા કાર્યો ને મારી સમક્ષ
પ્રદર્શીત કરવા મા આવશે, અને જો હુ સારા અમલ જોઇશ તો હુ અલ્લાહ ના વખાણ
કરીશ અને જો હુ કોઇ ખરાબ અમલ જોઇશ તો હુ તેમના થી તમારા માટે ક્ષમા માંગીશ
(મુસ્નદ, ભાગ ૧ પાના ન ૩૯૭, અલ-બઝ્ઝાર થી, મનાહીલ અલ-સફા પાના ન ૩૧,
હદીસ ૮, અલ-ખસાઇસ અલ-કુબ્રા ભાગ ૨, પાના ન ૨૮૧, મજ્મા અલ-ઝવાઇદ, ભાગ ૯,
પાના ન ૨૪, હદીસ ૯૧ હૈથમી થી, તર્હ અલ-તસરીબ ઇરાકી થી (૩૨૯૭) મા)
આ અને આની જેવી બીજી હદીસો સાબિત કરે છે કે રસુલ (સ.અ.વ)
તેમના મરવા પછી પણ આપણા કાર્યો થી સુમાહિતગાર છે અને આપણા માટે શફાઅત પણ
કરે છે. અસંખ્ય આયતો અને હદીસો કે જે પવિત્ર પૈગમ્બર (સ.અ.વ) ના ગવાહ ને
લગતી છે તે એ દરેક માન્યતા કે જે કેહવાતા મુસલમાનો ની છે, કે જે એવો આરોપ
લગાવી રહ્યા છે કે પવિત્ર પૈગમ્બર(સ.અ.વ) મરી ચૂક્યા છે અને ન તો તે ફાયદો
પહોચાડી શકે છે ન નુક્સાન, તેને રદ કરે છે.