ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા શા માટે?

શરુ અલ્લાહ ના નામથી જે ઘણૉ મહેરબાન ઘણૉ રહમ કરવા વાલૉ છે
ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા શા માટે?
કેટલાક લોકો પૂછે છે કે શિયાઓ શા માટે ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ભેગા પઢે છે જયારે મોટા ભાગના મુસલમાનો જુદી જુદી પઢે છે અને દર નમાઝનુ  નામ પણ અલગ અલગ છે.
આ પૂશ્ન ના જવાબમાં અમે અમારૂ  સિઢ્ઘાંત પેશ કરશૂ કે અમે અમારા તમામ દીની બાબતો માં રસુલ (સઅવ)  નુ અનુસરણ કરિએ છે.
અમારી નમાઝ ના બાબતે, તે કેવી રીતે પઢવી, એના સમય, કેવી રીતે વઝુ કરવુ અને નમાઞના લગતે બીજી તમામ તૈયારીયૌં અને  શરીયતનાં બીજા નિયમો(અહકામ) અમે પવિતૂ કુરાન,રસુલ (સઅવ)  અને અહલે બૈતથી મેળવ્યુ છે
જોકે તમામ મુસ્લિમ સંપ્રદાયો દાવો છે કે તેઓ કુરાન અને સન્નાહ નુ અનુસરણ કરે છે , પરંતુ પર્યાપ્ત પુરાવાઓ વગર માત્ર દાવા કોઇ હકીકત સાબિત નથી કરતી. સંપૂર્ણ વિશ્વાસ અને પર્યાપ્ત સાબિતી સાથે, અમે કહી શકે છે કે જે સુન્નાહ, અમે પાલન કરિએ છે તે વાસ્તવિક, મૂળ અને શુદ્ધ પ્રમાણભૂત વ્યક્તિ એટલે અહલેબૈત છે જે રસુલ (સઅવ) સાથે રહેતા હતા અને તેમના કથનો અને તેમના કાર્યોએ વિશે બધું જાણતા હતા.
પવિત્ર કુરાનના અર્થઘટન અને સમજણ અહદિસ પર આધાર રાખે છે.માત્ર પ્રમાણભૂત અહદિસ આ અંગે ગણી શકાય.સ્પશઠરૂપે, અમે અહલેબૈત થી મેળવેલ પૂર્ણ વાસ્તવિક અને શુદ્ધ સુન્નાહ અનુસરએ છે અને જે માત્ર કુરાન અને રસુલ (સઅવ) ને અનુસરણ કરવાનુ રસ્તો છે,
નમાઝ કેવી રીતે પઢવૂ?
પોતાના ઇમાન,ઇબાદત,આમાલ ,અને નૈતિક જવાબદારી,ને લાગતા તમામ વિગતોમા,એક સાચા મુસલમાન ને રસુલ (સઅવ)ને અનુસરવું જોઈએ. પરંતુ નમાઝનુ ખાસ મહત્વ છે, કારણ કે ધર્મના આધારસ્તંભ છે, રસુલ (સઅવ) ભરપૂર ભાર નાખ્યો અને બધા મુસ્લિમોને આદેશ આપ્યો કે જેવી રીતે તે નમાઝ પઢે છે તેવી રીતે તેઓ પઢે. આ બાબતે નીચેની સ્થિતિઓ જન્મી શકે છે:
 
  1. એ બધી વસ્તુઓ ફરજિયાત બની જે રસૂલ(સઅવ) નિયમિત કરતા હતા દા.ત.દરેક નમાઝ ની પ્રથમ બે રકત માં સુરહ અલહમ્દ ની તિલાવત. કોઈ મુસલમાન ઇરાદાપૂર્વક આ ફરજિયાત છોડી શકતો નથી.
  2. એવીજ રીતે કોઇ પણ કાર્ય, જે રસૂલ(સઅવ) દ્વારા કરવામાં ન આવ્યૂ તે હરામ છે દા.ત. ઝોહર-અસ્ર નમાઝ અને મગરિબ-ઇશા નમાઝ  મળીને પઢવૂ હરામ હોતે અગર રસૂલ એ આવી રીતે ક્યારેય પઢયૂ ના હોતે.
  3. તેવીજ રીતે ,અગર રસૂલ(સઅવ) અમૂક કાયૅ કેટલીકવાર કરી હતી ,તો એનો અર્થ એ છે કે તે વસ્તુ ની પરવાનગી છે અને તે જાએઝ છે દા.ત. મસ્જિદ મા અથવા ઘરમાં નમાઝ પઢવું, પ્રથમ બે રકતમાં અલ હમ્દ પછી લાંબા અથવા ટૂંકા સુરહ પઢવું, ઝોહર-અસ્ર નમાઝ અથવા મગરિબ-ઇશા નમાઝ રસૂલ (સઅવ) ઘણી વખત,ફકત સ્વેચ્છાએ અને હેતુપૂર્વક , અનિય પરિસ્થિતિ જેમકે વરસાદ,મુસાફરી અથવા યુદ્ધ અથવા હજ વગેરે વિના ,આ નમાઝ મેલવીને પઢતા હતા.
અમે એ દાવો ક્યારેય નથી કરતા કે રસુલ (સઅવ) હંમેશા આ નમાઝ મેલવીને પઢતા , નહીંતર, તે નમાઝો  મેલવીને પઢવુ ફરજિયાત કરવામાં આવ્યો હતો.પરંતુ તેમણે અનેક વખત અને કોઈપણ અસાધારણ સંજોગો વિના તે નમાઝ મેળવીને પઢી ,તો એનો અર્થ એ છે કે તે જાએઝ છે .એ તે પણ દર્શાવે છે કે આમ કરવૂ સુન્નતે રસૂલ (સઅવ)છે. વધુમાં, અમે નથી માનતા કે આ નમાઝોને હમેશા મેલવીને પઢવૂ ફરજિયાત છે કારણ કે રસુલ (સઅવ) ક્યારેક આ નમાઝો અલગ અલગ પઢી હતી.
અમારે આશ્ચર્ય થાય છે  કેવી રીતે કેટલાક મુસ્લિમોએ દાવો કરે છે કે આ નમાઝો ને મેવીને પઢવૂ હરામ છે જયારે પ્રમાણભૂત સાબિતી છે કે જે રસૂલ(સઅવ) પોતે આવી રીતે પઢતા હતા. કેમકે રસૂલ(સઅવ) પોતે આવી રીતે કરતા હતાં, તેથી તે સ્પષ્ટ દર્શાવે છે કે તે સુન્નત છે, તેમના અમલ છે.આ રીતે માનતા અને અમલ દ્વારા, અમે ખરેખર રસૂલ(સઅવ)  ના પગલે ચાલીએ છે અને તેમના સુન્નત પર અમલ કરિએ છે, કારણ કે અમે તેને ફરજિયાત માને છે અને શરીયત ના તમામ અન્ય બાબતો અંગે પણ તેમને અનુસરણ કરિએ છે.
આ અંગે કેટલાક અમારા મુસલમાન ભાઈઓ દ્વારા ઊઠાવ્વામા આવતા મુખ્ય વાંધો એ નમાઞના સમય ની બાબત છે. તેથી અમે તે વિશે કુરાન ની રોશનીમાં એની ચર્ચા કરશુ.

 

કરાને કરીમ માં નમાઝના સમય
અમે પવિત્ર કુરાન નુ હવાલો આપશુ અને નમાઝનાં સમય જોઇશુ  જે સવૅશક્તિમાન અલ્લાહ એ મુસલમાનો માટે બતાવ્યુ,જે કહે છેઃ “નમાઝ કાયમ કરો સૂયૅ ના ઢળવાથી લઈને રાત ના અંધકાર સૂદી અને ફજ્ર ની નમાઝ ભી ,ફજ્ર ની નમાઝ ચોક્કસ સાક્ષી છે”
આ આયતમાં,અલ્લાહ (સવત)સ્પષ્ટ રીતે નીચે પ્રમાણે નમાઝના સમય આપે છે:
1. સૂર્ય ઘટી: ઝોહર અને અસ્ર નમાઝ ની શરૂઆતનો સમય.
2. રાત ના અંધકાર: મગરિબ અને ઈશા નમાઝ ની શરૂઆતનો સમય.
એ નોંધવું જોઇએ કે મગરિબ નમાઝ અને ઇફતાર ના સમય શિયા જે અહલે બૈત મારફતે વાસ્તવિક ઇસ્લામના અનુયાયી છે અને અન્ય મુસલમાનો જેઓ મુખ્યત્વે તેમના ચાર ઇમામો, અબુ હનીફા,શાફઈ,માલિક અથવા અહમદ ઇબ્ન હન્બલ નુ અનુસરણ કરે છે એવોમાં તફાવેત છે.
શિયાઓ માને છે કે મગરિબ સમય પશ્ચિમમાં આકાશ ની લાલાશ અદૃશ્ય થઈ જાય પછી શરૂ થાય છે, જે સૂર્ય અદ્રશ્ય થતા સૂર્યપ્રકાશના પ્રતિબિંબમાં છે . આ સાબિત કરે છે કે મગરિબ નમાઝનુ સમય રાત્રની શરુઆત છે,કે જે ચોક્કસ એજ સમય છે જે શિયાઓ  દ્વારા ગણવામાં આવે છે.
3. સવારનુ પઠન: ફજ્ર ની નમાઝનુ સમય. અહદિસ મુજબ, સવારનુ પઠન ચોકકસ સાક્ષી છે કારણ કે તેના બન્ને રાતૅ અને દિવસ ના ફરિશતા સાક્ષી છે.
તેથી આ આયત (૧૭:૭૮) ના અનુસાર તે તદ્દન સ્પષ્ટ છે કે નમાઝ માટે મુખ્ય ત્રણ સમય છે.
  1. ઝોહર અને અસ્ર
  2. મગરિબ અને ઈશા
  3. ફજ્ર.
અલ્લાહ (swt) કહે છે: " અને નમાઝ કાયમ કરો દિવસના બંને છેદે અને થોદી રાત પસાર થયા બાદ,હકીકતમાં નેકીઓ બુરાઈઓને દૂર કરી દે છે,આ એક યાદી છે એ લોકો માટે જે અલ્લાહને યાદ રાખનારા છે.”( સુરહ હૂદ આયત ૧૧૪)
આ આયત માં, નમાઝનુ સમય ફરીથી સ્પષ્ટ જણવામા આવ્યુ છે, કે ત્રણ મુખ્ય સમય,જે નીચે પ્રમાણે છે:-
  1. પ્રથમ અને દ્વિતીય: આ દિવસનાં ભાગો, જે સવારે, કે જે દિવસનાં શરૂનુ ભાગ છે અને બપોર, જે દિવસ ના અન્ય ભાગ છે, એટલે જ્યારે ઝોહર અને અસ્ર ની નમાઝનુ સમય શરૂ થાય છે .
તૃતીય: રાત્રની શરૂઆતમાં, જે મગરિબ અને ઈશા ની નમાઝનુ સમય છે.
તે પછી ખૂબ સ્પષ્ટ છે કે પવિત્ર કુરાનમા નમાઝનુ સમય, પાંચ નમાઝ માટે ત્રણ મુખ્ય સમય છે.

પહેલું: બપોર થી સૂર્યાસ્ત પહેલાં સુધી  : ઝોહર ની નમાઝ માટે એ બાદ અસ્ર ની નમાઝનુ સમય.
બીજો: વાસ્તવિક સૂર્યાસ્ત થી જ્યારે રાત ની  શરૂવાત થાય છે તે મગરિબ અને ઈશા ની નમાઝનુ સમય.
તૃતીય: ફજ્ર ની નમાઝ
રસુલ (સઅવ)  ની નમાઝનુ સમયઃ
બધા મુસલમાનો ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ ના સમયને મેળવાના નિયમને માને છે, પરંતુ ગૈર શિયા દાવો કરે છે કે આ સંયુક્ત કરવાની પરવાંગી અમુક ચોક્કસ સંજોગોમાં જેમ કે વરસાદી વાતાવરણ, મુસાફરી, ખાસ જ્યારે (અરાફાત) ની યાત્રા અથવા માંદગી માં, અથવા યુદ્ધ માં છે , જ્યારે શિયા મજબૂત હવાલો આપે  છે કે રસુલ (સઅવ)  આ સૂચિત થયેલ બંધનો વિના આ નમાઝઓ મેળવતા. અહદિત ની મહત્વપૂણ કિતાબો જેમકે અલ-કાફી, અલ-ફકીહ, અલ-ઈસ્તિબ્સાર, અને અલ-તહઝીબ માં રસુલે ખુદા(સઅવ) અને તેમના અહલે બૈત(અસ) થી અસંખ્ય હદીસો મલે છે કે તેઓ (સઅવ) સામાન્ય અને સ્વાભાવિક દિવસોમાં પણ ઝોહર-અસ્ર અને મગરિબ-ઇશા નમાઝ મેલવીને પઢતા હતા. પરંતુ અમે આ પુસ્તકો નુ હવાલો નહી આપશુ કારણ કે તેઓ શિયા પુસ્તકો છે અને અમને ગૈર શિયા મુસ્લિમો માટે હકીકત સાબિત કરવુ છે. તેના બદલે, અમે તેને પોતાના પુસ્તકો થી સાબિત કરશુ જેને તેઓ પવિત્ર કુરાન પછી શરિયત નુ મૂળ તરીકે માને છે.
પહેલી હદીસઃ-સહીહ મુસ્લિમ માં જે સુન્નીઓ દ્વારા સહીહ બુખારી સહીત કુરાન પછી સૌથી પ્રમાણભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે, એમા “બન્ને નમાઝો ને મેળવવા” ના બાબમાં
ઈબ્ને અબ્બાસ કહે છે,” રસુલ (સઅવ) એ મદીના મા કાઇકપણ ભય કે યાત્રા વિના ઝોહર-અસ્ર નમાઝ મેળવીને પઢા” ઈબ્ને અબ્બાસ ને પુછવામા આવ્યુ , રસુલ (સઅવ) એ આમ શા માટે કયૅુ તેને જવાબ આપ્યુ “તેઓ પોતાની ઉમ્મતમાંથી કોઇનેપણ મુશ્કિલ માં મુકવા ન્હોતા માંગતા.”
બીજી હદીસ: સહીહ બુખારીમાં જે અહલે તસન્નુમ માં સહુતી ઉચ્ચ સ્તર ની પુસ્તક છે -તેના ઝોહર ની નમાઝ અસ્ર સુઘી વિલંબિત કરવાનાં પૃકરણ માં, નમાઝના સમય ના ભાગ માં. ઇબ્ન અબ્બાસ જણાવે છે કે રસુલ (સઅવ) એ મદીના માં સાત રકાત અને આઠ રકાત પઢી (અર્થ મગરિબ અને ઈશા સાત અને ઝોહર અને અસ્ર આઠ)
તીસરી હદીસઃ-સહીહ બુખારી માં ઈબ્ને અબ્બાસ થી મલે છે કે રસુલ (સઅવ)એ કાઇકપણ ભય કે યાત્રા વિના ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ મેળવીને પઢા” ઈબ્ને અબ્બાસ ને પુછવામા આવ્યુ શા માટે ,તેને જવાબ આપ્યુ “રસુલ (સઅવ) પોતાની ઉમ્મતને મુશ્કિલ માં મુકવા ન્હોતા માંગતા.”
.      ચોથી હદીસઃ - અલ-તબરાની અબ્દુલ્લાહ ઇબ્ને મસુદ થી જણાવે છે કે રસુલ (સઅવ)એ ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ મેળવીને પઢા અને જ્યારે તેમણે પુછવામાં આવ્યું કે તેઓ શા માટે સાથે મળીને પઢી, તે(સઅવ)એ ઉલટાવીને કહુઃ-મે આમ કયૅુ જેથી મારી ઉમ્મતને મુશ્કેલી ન થાય.આ હદીસ અલ-ઝરગાની ની શરહ અલ મવત્તા નાં વોલ્યુમ ૧,પેજ ૨૬૩ માં ઉલ્લેખણ થયુ છે.
પાંચમી હડીસ: - અબ્દુલ્લા ઇબ્ન ઉમર ને પુછવાંમા આવ્યું: રસુલ (સઅવ)  ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા કાઇકપણ ભય કે યાત્રા વિના મેળવીને શા માટે પઢતા? અબ્દુલ્લા ઇબ્ન ઉમર જવાબ આપ્યો: - તેમણે આમ કર્યું જેથી તેમના ઉમ્મતને મુશ્કેલી ન થાય.આ હદીસ વિખ્યાત પુસ્તક કન્ઝુલ ઉમ્માલ ના, વોલ્યુમ ૪,પેજ ૨૪૨ માં ઉલ્લેખણ થયુ છે.
છઠ્ઠી હદીસ: - સહીહ મુસ્લિમ માં છે કે ઇબ્ન અબ્બાસ કહ્યું: - અમે બે નમાઝો રસુલ (સઅવ) ના સમય માં એક સાથે પઢતા હતા.
તે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ તેની સહીહમાં સંપૂણૅ પ્રકરણ “મુસાફરી વિના બે પ્રાર્થના સંયોજન કરવા” માટે સમર્પિત કયૅુ છે  જેમાં તેમણે દસ કરતા પણ વધારે પ્રમાણભૂત હદીસો પુરવાર કરયુ છે કે રસુલ (સઅવ)  કાયપણ નિયંત્રણો વગર સાથે મળીને પઢતા હતા .
બે નમાઝોને સંયોજિત કરવાના કારણ હદીસોમાં સ્પષ્ટ ઉલ્લેખ થયૂ છે; એટલે કે, મુલમાનોને  મુશ્કેલી માં ના મૂકવૂ,કારણ કે ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા નમાઝ અલગ કરવી ક્યારેક કષ્ટડાયક અને મુશ્કેલીઓ નુ કારણ બને છે, ખાસ કરીને કામ કરતા અને વ્યસ્ત લોકો માટે. આ મુશ્કેલી નમાઝ છોડવાનુ કારણ બની શકે, જેમ કે આપને જોઈએ છે કે ઘણા જે સરળતાથી અલગ અલગ પાંચ વખત નમાઝ નહીં પઢી શકતા કારણ કે તેમના માટે તે કરી શકાય એવૂ  નથી, તેઓ સરળતાથી તેમની નમાઝ છોડી દઇે છે.
બે નમાઝોના સંયોજન કરવામાં કેટલાક મહત્વપૂણૅ લાભ  એ અલ્લાહ તઆલા તરફથી  સુવિધા અને બષિશ અને મોમિનો માટે ભેટ છે, કારણ કે તે જાણે છે કે આ વ્યાવહારિક માર્ગ છે ઘણા વ્યક્તિઓ માટે અને વિવિધ સંજોગોમાં . કોઇએ ને પણ અધિકાર નથી આ કૃપાના દ્વાર ને બંધ કરવાની, જે અલ્લાહ દ્વારા ખોલવામાં આવી હતી અને રસુલ (સઅવ) પોતે એનાપર અનેક વખત અમલ કરી ઉપરોક્ત લાભ ઉપરાંત અન્ય ફાયદાઓ પણ છે. એક માણસ ઇમામ હસન અલ અસ્કરી (અસ) સામે ફરિયાદ કરી કે તે પૈસાદાર હતો અને ગરીબ બની ગયો. ઇમામ (અસ) તેને તાકીદ કરી, "બે નમાઝોને મેલવ; પછી તૂ એ જોશે જે તને ગમે છે."
સારાંશ
પવિત્ર કુરાન અને  પ્રમાનભૂત હદીસો માંથી મલેલા આ તમામ પુરાવાથી આ સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે ઝોહર-અસ્ર અને મગરિબ-ઈશા મળીને પઢવૂ વાસ્તવિક સુન્નત અને રસુલ (સઅવ)  ની રીત છે. જે આ હકીકતનુ ઇનકાર કરે છે તેઓ વાસ્તવિકતામાં હકીકી સુન્નાહનુ  ઇનકાર  અને  રસુલ (સઅવ) દ્વારા કરવામાં આવતા અમલ સામે વાંધો ઉઠાવે છે .વાસ્તવિક ઇસ્લામનુ પાલણ કરણારા,જે શિયા કહેવાય છે,એઓ રસુલ (સઅવ)નુ શબ્દો અને અમલમાં અનુસરણ કરે છે.
સૌજન્ય: હુજ્જતુલ ઇસ્લામ આગા સૈયદ મોહમ્મદ અલ-મૂસવી

0 comments:

Post a Comment